Farmers Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, હવે સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શનની ચીમકી

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ સાથે જ કહ્યું કે કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Farmers Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, હવે સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શનની ચીમકી

દિલ્હી: કૃષિ કાયદા ( Agriculture Law) નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers) એ સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ સાથે જ કહ્યું કે કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન (Farmers protest) ચાલુ રહેશે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ મહાપંચાયત કરીને ત્રણ કાયદા રદ કરવા માટે આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ જાહેરાત કરી છે. 

સરકારે શરૂ કર્યું મંથન
ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવી દીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે બેઠક યોજી. બેઠકમાં ત્રણેય મંત્રીઓએ ખેડૂતોને મનાવવાની રણનીતિ પર મંથન કર્યું. કહેવાય છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સરકાર એકવાર ફરીથી વાતચીત માટે બોલાવી શકે છે. 

શું છે ખેડૂતોનો આગળનો પ્લાન
- દિલ્હીને જોડનારા તમામ રસ્તા વારાફરતી બંધ કરશે.
- આસપાસના રાજ્યોમાં દિલ્હી ચલો અભિયાન શરૂ કરશે. 
- 12 ડિસેમ્બરના રોજ દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે બંધ કરશે. 
- 12 ડિસેમ્બરે ખેડૂતો દેશભરના ટોલનાકા ફ્રી કરશે. 
- 14 ડિસેમ્બરે ખેડૂતો દેશના દરેક જિલ્લામાં પ્રદર્શન કરશે. 
- ખેડૂત ભાજપ નેતાઓ અને પાર્ટી ઓફિસોને ઘેરો કરશે. 

સરકારે મોકલ્યો હતો લેખિત પ્રસ્તાવ
આ અગાઉ સરકારે બુધવારે આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં કાયદામાં થનારા સંશોધનોનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ ખેડૂત સંગઠનોએ સિંઘુ બોર્ડર પર બેઠક કરીને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી અને તેને ફગાવી દીધો હતો. 

સરકારના પ્રસ્તાવમાં આ ચીજોનો ઉલ્લેખ
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદામાં હજુ ખેડૂતો પાસે કોર્ટ જવાનો અધિકાર નથી, આવામાં સરકાર તેમાં સંશોધન કરીને આ અધિકારને સામેલ કરી શકે છે. 
- પ્રાઈવેટ પ્લેયર હાલ પેન કાર્ડની મદદથી કામ કરી શકે છે, પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની વાત કરી. સરકાર આ શરતને માની શકે છે. 
- આ ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સ પર કેટલાક ટેક્સની વાત પણ સરકાર માનતી જોવા મળી રહી છે. 
- કિસાન નેતાઓના જણાવ્યા મુજબ અમિત શાહે MSP સિસ્ટમ અને મંડી સિસ્ટમમાં ખેડૂતોની સગવડ મુજબ કેટલાક ફેરફારની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news